શિવસેના (Shiv Sena)ના મુખપત્ર સામનામાં બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતને વાય કેટેગરીની સુરક્ષા આપવા જેવા મુદ્દા પર ભાજપ (BJP)ને ઘેરી છે. સામનામાં લખ્યું છે, મુંબઇને પહેલા બદનામ કરો, પછી તેને ખોખલી કરો. મુંબઇને સંપૂર્ણ રીતે કંગાળ કરી એક દિવસ આ મહારાષ્ટ્રને તોડવાનું ષડયંત્ર ફરીથી રચવામાં આવી રહ્યું છે. તે હવે સ્પષ્ટ થઇ ગયું છે.
લોકો દ્વારા પસંદ કરવામાં આવેલી મહારાષ્ટ્ર સરકારના અધિકારો અને આઝાદી પર હુમલો કરવાની એક પણ તક મહારાષ્ટ્રની ભાજપ અને કેન્દ્ર સરકાર છોડતી નથી. અમદાવાદ, ગુડગાંવ, લખનઉ, વારાણસી, રાંચી, હૈદરાબાદ, બેંગલુરૂ અને ભોપાલ જેવા શહેરો વિશે જો કોઇ અપમાનજનક નિવેદન આપે છે તો કેન્દ્ર તેને વાય કેટેગરીની સુરક્ષાની પાલકી આપે છે શું? આ મહારાષ્ટ્રની ભાજપ સ્પષ્ટ કરે. દેવેન્દ્ર ફડણવીસ, પ્રધાનમંત્રી મોદી અથવા ગૃહમંત્રી શાહનું નામ 'અરે-તુરે'થી ઉચ્ચાર કરનાર ચેનલોના માલિકના ભાજપના લોકોએ આ પ્રકારનો ટેકો આપ્યો હોત?