નોએડાના સેક્ટર 93-A સ્થિત ટ્વિન ટાવરને ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. દેશમાં પ્રથમ વખત આટલી ઉંચી ઈમારતને ધ્વસ્ત કરવામાં આવી છે. ગેરકાયદેસર નિર્માણ ધ્વસ્ત થવાના કારણે આજુબાજુની ઈમારતો પર પણ ખૂબ જ ખરાબ અસર પડી છે. બિલ્ડિંગ ધ્વસ્ત થવાની સાથે જ ધૂળના ગોટેગાટાએ અનેક ફૂટ સુધી તે સમગ્ર વિસ્તાર પર સામ્રાજ્ય જમાવી લીધું હતું. સાથે જ તે આગળ વધીને આજુબાજુની સોસાયટી અને રસ્તાઓ પર પણ છવાઈ ગયું હતું. અનેક કિમી દૂરથી પણ લોકોને તે મહાકાય તોફાન જોવા મળ્યું હતું. ઉપરાંત આજુબાજુની ઈમારતોને સુરક્ષા માટે ઢાંકવામાં આવી હતી તે કપડાં પણ ચિંથરેહાલ થઈ ગયા હતા.