કોરોનાના સંક્રમણ વચ્ચે આગામી તા.21 થી તા.24મી સપ્ટેમ્બર સુધી વિધાસભાનુ ચોમાસુ સત્ર યોજાઇ શકે છે. કોરોનાને પગલે આ વખતે ગુજરાત વિધાનસભાની બેઠક વ્યવસ્થામાં ય ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ચોમાસુ સત્ર માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ બેઠક વ્યવસૃથા પણ નિહાળી અિધકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી હતી. જોકે, ચાર દિવસીય ચોમાસુ સત્ર તોફાની બની રહે તેવી શક્યતા છે. કોરોનાના કારણે 25મી માર્ચથી ગુજરાત વિધાનસભા સૃથગિત કરવામાં આવી હતી. હવે નિયમાનુસાર, 25 સપ્ટેમ્બર પહેલાં વિધાનસભા સત્ર બોલાવવુ પડે.
આ જોતા રાજ્ય સરકારે તા.21થી 24મી સપ્ટેમ્બર સુધી વિધાનસભા સત્ર યોજવા નક્કી કર્યુ છે જેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ગત કેબિનેટની બેઠકમાં આ મામલે ચર્ચા કરી લીલીઝંડી આપી દેવામાં આવી છે. કોરોનાના સંક્રમણને પગલે પહેલીવાર ગુજરાત વિધાનસભાની બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરવા આયોજન કરાયુ છે.
સૂત્રોના મતે, પહેલીવાર ચૂંટાયેલાં ધારાસભ્યોને ગેલેરીમાં બેસાડવા નક્કી કરાયુ છે જયારે મંત્રીઓ-સિનિયર ધારાસભ્યો માટે વિધાનસભા ફલોર પર સોશિયલ ડિસટન્સ સાથે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે. આ વખતે ચાર દિવસીય ચોમાસુ સત્ર તોફાની રહે તેવી શક્યતા છે જેના પગલે રાજ્ય સરકારે પણ વિપક્ષના રાજકીય આક્રમણને ખાળવા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ તરફ, કોંગ્રેેસ પણ કોરોના,અતિવૃષ્ટિ.બેરોજગારી, મોંઘવારી સહિતના મુદ્દે રૂપાણી સરકારને ઘેરવા આયોજન ઘડયુ છે. જોકે, ગૃહમાં પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા થાય તે માટે વિપક્ષ ચોમાસુ સત્ર લંબાય તે માટે વિધાનસભા અધ્યક્ષને મળીને રજૂઆત કરશે. એકાદ બે દિવસમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત ધારાસભ્યો મળી આ મુદ્દે ચર્ચા કરનાર છે.