સંસદના ચોમાસુ સત્રનો આજથી આરંભ થશે. આજથી આગામી પહેલી ઓક્ટોબર સુધી ચાલનારૂ સંસદનું સત્ર સવારના 9થી બપોરના એક સુધી તેમજ બપોરના ત્રણથી સાંજના સાત વાગ્યા સુધી એમ બે શીફટમાં યોજાશે.
આ વખતના ચોમાસુ સત્રમાં પ્રશ્ન કલાક રહેશે નહિં. તેમજ સભ્યોના ખાનગી વિધેયકો હાથ ધરાશે નહીં.
લોકસભા અને રાજ્યસભા સચિવાલયોએ બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યું છે કે, આ સત્રમાં સંસદની બેઠકો શનિવારે અને રવિવારે પણ યોજાશે.
કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આ વખતે સાવચેતીના કેટલાક પગલાં લેવાયા છે.
જેમાં બધા જ સાંસદોનો કોવિડ ટેસ્ટ, સંસદ સભ્યોને સલામત અંતરે બેસાડવાની વ્યવસ્થા જેવા પગલાનો સમાવેશ થાય છે.