ગુજરાતીઓ માટે રાહતના સમાચાર મળી રહ્યાં છે. રાજ્યમાં (Gujarat) વિધિવત રીતે ચોમાસાનું (monsoon 2021) આગમન થઇ ગયું છે. હવામાન વિભાગે આ અંગેની જાણકારી આપી છે. હવામાન વિભાગે જાણકારી આપી છે કે,વલસાડમાં (Valsad) ચોમાસાનું આગમન થઇ ગયું છે. વલસાડમાં ગઇકાલ રાતથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. રાજ્યનું ચેરાપૂંજી એવા કપરાડામાં પણ જોરદાર વરસાદ પડ્યો છે. વાપી અને આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી વરસાદી ઝાપટાંની શરૂઆત થઈ હતી.
આ વિસ્તારોમાં છે વરસાદની આગાહી
હવામાન ખાતાની આગાહી કરતા 6 દિવસ વહેલા ચોમાસુ ગુજરાતમાં પહોંચ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે, આવનારા પાંચ દિવસમાં ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ આવશે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. આ દિવસોમાં મોટાભાગે દક્ષિણ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.