Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોના વાયરસનું સંકટ સતત વધતુ જઇ રહ્યું છે. આ વચ્ચે કોરોના સંકટ સામે લડવા માટે દેશમાં ફરી બે અઠવાડિયા માટે લોકડાઉન વધારવામાં આવ્યુ છે. 17 મે સુધી લોકડાઉન ચાલુ રહેશે.

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલ કોરોના વાઈરસના કેસો ભારતમાં પણ સતત વધી રહ્યાં છે. દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને દર્દીઓની સંખ્યા હવે 35 હજાર પાર પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોના વાઈરસના 1993 નવા કેસો સામે આવ્યા છે, જ્યારે 73 લોકોના મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, દેશભરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 35043 થઈ ગઈ છે. આ સાથે જ આ જીવલેણ વાઈરસના કારણે અત્યાર સુધી કુલ 1147 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ પ્રતિબંધ દરેક ઝોનમાં લાગૂ રહેશે

એરટ્રાવેલ, રેલવે, મેટ્રો, રાજ્યો વચ્ચે કોઇ પણ પ્રકારનું પરિવહન બંધ રહેશે.

સ્કૂલ, કોલેજ તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.

હોટલ, રેસ્તરાં, સિનેમા હોલ, જિમ , સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બંધ રહેશે. 

કોઇ પણ પ્રકારના રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોના આયોજન પર રોક છે.

65 વર્ષથી વધુની ઉંમરના લોકો, ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અન એવા લોકો જેમને પહેલાથી બીમારી છે, તેમને બહાર નિકળવાની મંજૂરી નથી. 

ઓપીડી, મેડિકલ સર્જરીની સેવાઓ ચાલુ રહેશે.

રેડ ઝોનમાં શું શું ચાલુ રહેશે

દેરક ઉદ્યોગ, બાંધકામ કાર્યોની મંજૂરી રહેશે. તેમાં મનરેગા, ફુડ પ્રોસેસિંગ યુનિટ, ઇંટ ભઠ્ઠી ચાલુ રહેશે

ગ્રામીણ ક્ષેત્રોમાં શોપિંગ મોલ છોડીને દરેક પ્રકારની દુકાનો ચાલુ રહેશે. ખેતી અને પશુપાલનથી જોડાયેલી ગતિવિધિઓ શરુ થશે. 

બેન્ક, ફાયનાન્સ કંપની, વીમા અને કેપિટલ માર્કેટની એક્ટિવિટી ચાલુ રહેશે. આંગણવાડીનું કામ પણ ચાલુ રહેશે. 

પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા, આઇટી સેક્ટર, ડેટા અને કોલ સેન્ટર, કોલ્ડ સ્ટોરેજ પ્રાઇવેટ સિક્યોરિટી સર્વિસ ચાલુ રહેશે. 

મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ડ્રગ્સ, ફાર્મ, મેડિકલ ડિવાઇસ, જૂટ ઇન્ડસ્ટ્રી ચાલુ રહેશે, પરંતુ અહીં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે.

ઓરેન્જ ઝોનમાં આ ગતિવિધિઓમાં છૂટ

ટેક્સી અને કેબ સંચાલનની મંજૂરી એક ડ્રાઇવર સાથે એક જ પેસેન્જર રહેશે

જિલ્લાની અંદર આવવા જવાનું થઇ શકશે. 

ફોરવ્હિલરમાં માત્ર બે લોકો સફર કરી શકશે.

ગ્રીન ઝોનમાં શેની છૂટ રહેશે

બસોના સંચાલનમાં છૂટ, પરંતુ એક બસમાં 50 ટકા પ્રવાસીઓના બેસવાની મંજૂરી

દરેક પ્રકારની ગતિવિધિઓ માટે મંજૂરી, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જરૂરી

કોઇ પણ કાર્યક્રમ કરાવવા પહેલા વહીવટીતંત્રની મંજૂરી લેવી પડશે, કાર્યક્રમમાં નિર્ધારિત લોકો જ સામેલ થઇ શકશે

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ