કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (SPG) સુરક્ષા વિશે નવા ફેરફાર કરી રહ્યા છે. જેમને પણ આ સુરક્ષા મળી રહી છે હવે તેમની સાથે વિદેશ પ્રવાસ દરમિયાન પણ એસપીજી જવાન તહેનાત રહેશે. એટલે કે હવે જે પણ વ્યક્તિને આ સુવિધા મળે છે તેમની સાથે એસપીજી જવાન પણ વિદેશ મુલાકાત કરી શકશે. પહેલાં આવો નિયમ નહતો, પરંતુ હવે સરકાર નિયમોમાં ફેરફાર કરી રહી છે. સરકારના આ નિર્ણયને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ગાંધી પરિવારના અન્ય સભ્ય સાથે જોડવામાં આવી રહ્યો છે.