સીરિયામાં (Syria) દિવસેને દિવસે બગડતી પરિસ્થિતિ વચ્ચે વિદેશ મંત્રાલયે (External Affairs Ministry) ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં ભારતીય નાગરિકોને આગામી આદેશ સુધી સીરિયાની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે સીરિયામાં સ્થિતિ ખરાબ છે. હાલમાં સીરિયાની મુસાફરી ખૂબ જ જોખમી છે.