તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ની ટિકિટ આપવાની ના પાડતાં રાજય સરકારના મંત્રી બચ્ચુ હાંસદા અને તેહત્તાના ધારાસભ્યે ગૌરીશંકર દત્તાએ બુધવારે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે.
ઉત્તર બંગાળ માટેના રાજય વિકાસ મંત્રી હાંસદાએ રાજયના ભાજપ પ્રમુખ દિલીપ ઘોષની ઉપસ્થિતિમાં ભાજપનું સભ્યપદ સ્વીકાર્યું હતુ. તેઓ દક્ષિણ દિનાજપુર જિલ્લાની તપન બેઠક પરથી બે વાર ચૂંટાઈ આવ્યા છે. અન્ય પક્ષપલટુ ગૌરીશંકર દત્તા નડિયા સ્થિત તેહત્તાના ધારાસભ્ય છે. બોની સેનગુપ્તા નામના બંગાળી અભિનેતા પણ ભાજપમાં જોડાયા છે.