રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ 2 દિવસની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક શહેરોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં જામનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો પોરબંદર અને દ્વારકામાં પણ ભારેથી અતિભારે વરસાદ રહેશે.