ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદપડ્યો છે, જ્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ જોઈએ તેવો વરસાદ પડ્યો નથી. આ ઉપરાંત હજુ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હોય તેવું બન્યું નથી. આ દરમિયાન હવામાન વિભાગ તરફથી આજે આગાહી વ્યક્ત કરી છે કે આગામી બે દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. એટલે કે 22મી જુલાઈ અને 23મી જુલાઈના રોજ રાજ્યમાં અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. 24 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધશે તેવું હવામાન વિભાગનું કહેવું છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે 25થી 26 જુલાઈ દરમિયાન ગુજરાત (Gujarat)માં સાર્વત્રિક વરસાદ પડશે. આ દરમિયાન અનેક ઠેકાણે ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.