આશરે છેલ્લા એક વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ શુક્રવારે (14 ફેબ્રુઆરી) ચંડીગઢમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. જોકે, આ બેઠક નિષ્ફળ જતા આગામી બેઠક 22 ફેબ્રુઆરીએ યોજાશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના નેતૃત્વમાં કેન્દ્રીય અધિકારીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચે યોજાયલી આ બેઠકમાં એમએસપી સહિત અન્ય વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી.