રાજધાની દિલ્હીમાં આવતીકાલે 26 એપ્રિલે યોજાનારી મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી હાલ ટળી ગઈ છે. ઉપરાજ્યપાલ સચિવાલયના સત્રોના જણાવ્યા મુજબ કાલે યોજાનાર મેયરની ચૂંટણી ટાળી દેવાઈ છે. વાસ્તવમાં પ્રિસાઇડિંગ ઓફિસર (Presiding Officer)ની નિમણૂક મામલે પેચ ફસાતા દિલ્હી નગર નિગમ (MCD)ના મેયરની ચૂંટણી રદ કરવામાં આવી છે.