એસ્ટ્રાજેનેકા અને કોવિશીલ્ડ જેવી કોરોના વેક્સિનના કથિત સાઈડ ઈફેક્ટથી જોડાયેલા સમાચારો વચ્ચે હૈદરાબાદની વેક્સિન ઉત્પાદક કંપની ભારત બાયોટેકે નિવેદન જાહેર કર્યું છે. કોવેક્સિનનું ઉત્પાદન કરનારી કંપની ભારત બાયોટેકે કહ્યું કે, તેમના માટે નાગરિકોની સુરક્ષા સર્વોપરિ છે. વેક્સિનથી જોડાયેલી તમામ આશંકાઓને ખતમ કરવા અને વેક્સિનના સુરક્ષિત ઉપયોગને સુનિશ્ચિત કરવાના તમામ સંભવ પ્રયાસ કરવામાં આવે છે.