પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત માટે પહેલો મેડલ જીતનાર મનુ ભાકર રાતોરાત સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકના બીજા દિવસ 28 જુલાઈ, રવિવારે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ વ્યક્તિગત ઈવેન્ટમાં ત્રીજું સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારપછી સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે.
ઓલિમ્પિક મેડલ વિજેતા બન્યા પહેલા મનુ ભાકરના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કુલ 161K ફોલોવર્સ હતા. જ્યારે મનુ ભાકરે ઓલિમ્પિકમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો, ત્યારબાદ તેના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા વધીને 555K થઈ ગઈ છે. ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ મનુ ભાકરને 394K લોકો ફોલો કરવા લાગ્યા છે. હાલમાં 32K લોકો તેને Facebook પર અને 206.9K લોકો X એકાઉન્ટ પર ફોલો કરી રહ્યા છે.