દક્ષિણ કેલિફોર્નિયાના સમુદ્રતટથી અંદરના વિસ્તારમાં ભભૂકી ઉઠેલો દાવાનળ હવે પૃથ્વી ઉપરના સ્વર્ગ સમાન હોલિવૂડ હીલ્સ સુધી પહોંચી ગયો છે. અનેક સેલિબ્રિટીઝને તેઓના ઘરો ખાલી કરી નાસી જવું પડયું છે. ઘરો તો ભસ્મીભૂત થઈ ગયા છે. ઓસ્કાર એવોર્ડ મોકુફ રખાયો છે. પ્રમુખ જો બાયડેન તેઓની વિદેશ યાત્રા - ઇટાલીની મુલાકાત રદ કરી છે.