ગુજરાતમાં ફરી એકવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ડાકલા વાગી ગયા છે. ત્યારે દર વખતની જેમ ગુજરાતની તમામ પાલિકા અને નગરપાલિકાઓમાં જંગી બહુમતીથી જીતવા માટે ભાજપે પોતાનો એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે પોતાના પ્રચારકોના નામ જાહેર કરી દીધા છે. જેમાં પાર્ટીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, નીતિન પટેલ, મનસુખ માંડવીયા, પરસોતમ રૂપાલાનો સમાવેશ કર્યો છે. કુલ 20 નેતાઓના નામ સ્ટાર પ્રચારકોમાં સામેલ કરવામાં આવ્યા છે.