સંસદના આગામી સત્રમાં પ્રાઈવેટ મેમ્બર દ્વારા સૂચિત સ્કૂલોમાં ભગવદ્ ગીતાના પાઠ ફરજિયાત બનાવતું બિલ પસાર કરવામાં આવશે. જે કોઈ સ્કૂલો આ નિયમ ના અનુસરે તેમને સત્તાવાર રીતે અપ્રમાણિત જાહેર કરવામાં આવે એવું પણ આ બિલમાં સૂચન કરાયું છે. આ બિલ ભાજપના જ સંસદ સભ્ય રમેશ બિધુરી દ્વારા લાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ બિલ લાવવાનો હેતુ આગામી પેઢીને ભગવદ્ ગીતાનું જ્ઞાાન આપવાનો છે. યુવાનોને સારા નાગરિક બનાવવા તેમજ તેમનું વ્યક્તિત્વ નિખારવા આ બિલ તૈયાર કરાયું છે.