ગુજરાત હાઇકોર્ટના એક સિનિયર વકીલે હાઇકોર્ટ અને ગુજરાત સરકારને ખોટી ઓળખ રજૂ કરી ગેરમાર્ગે દોર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગત મુજબ, આજથી દોઢ વર્ષ અગાઉ ગુજરાત હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજા - રીબડાને જેલ મુક્ત કર્યા હતા. તે અંગેની જાહેર હિતની એક ખોટી અરજી હાઈકોર્ટના જ સિનિયર વકીલ ભુષણ ઓઝાએ કરી હતી. એટલું જ નહીં ઓઝાએ હાઇકોર્ટ સમક્ષ કાંતિ રામજી સોલંકીના નામના ચૂંટણી ઓળખકાર્ડનો દુરુપયોગ કરીને હાઇકોર્ટમાં બીજી વ્યક્તિને લાવીને સોગંદનામું રજૂ કર્યું હતું.
આ ગંભીર બાબત કોર્ટના ધ્યાન પર આવતા સિનિયર એડવોકેટને કોર્ટે સૂચના આપી છે કે કાંતિ રામજી સોલંકીને આગામી 14મી ફેબ્રુઆરીએ કોર્ટ સમક્ષ હાજર રાખવા હુકમ કર્યો છે. કોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, વકીલ ભુષણ સાથે રાજકોટના વકીલ સંજય પંડિત પણ જોડાયેલા હોવાનું કોર્ટને માલૂમ પડ્યું છે. વકીલ સંજય પંડીતે સિંગલ બેન્ચ અને ડબલ બેન્ચમાં જાહેરહિતની અરજી કરેલ હોય તેમજ અગાઉ ઘણા બધા સરકારી અધિકારી વિરુદ્ધ તેમજ સંસ્થા વિરુદ્ધ કોર્ટમાં ખોટી અરજીઓ કરવાની માનસિકતા ધરાવે છે. ત્યારે આ બાબત પણ કોર્ટે ગંભીરતાથી ધ્યાન પર લીધી છે.
જણાવી દઈએ કે, ન્યાયાધીશ સોનિયાબેન ગોકાણીની કોર્ટમાં ચાલતા આ કેસમાં સરકારી વકીલે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે કાંતિલાલ સોલંકી નામના કોઈ અરજદાર જ નથી. આ કેસમાં સંજય પંડિત નામનો અરજદાર છે જેને બંને કોર્ટમાં અરજી કરી છે. ત્યારે કોર્ટે કાંતિલાલ સોલંકીને કોર્ટ સમક્ષ હાજર કરવા આદેશ કર્યો હોવા છતાં તે હાજર ન થતાં કોર્ટે આ અંગે અરજી કર્તા સિનિયર વકીલ ભુષણ ઓઝાને તાકીદ કરતાં તેમણે આ કેસમાથી ખસી જવા કોર્ટની અનુમતિ માંગી હતી. પરંતુ કોર્ટે જ્યાં સુધી કાંતિલાલ સોલંકી કોર્ટ સમક્ષ હાજર ન થાય ત્યાં સુધી સિનિયર વકીલને આ કેસ માથી ખસી જવા ઇનકાર કરી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, હત્યાના આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા - રીબડાના વકીલે કોર્ટ સમક્ષ એક સીડી રજૂ કરી હતી. જેમાં સંજય પંડિતને કોર્ટનો આશરો લઈ કોર્ટને ગેરમારગે દોરી લોકો પાસેથી ખંડણી ઉઘરાવતા હોવાની રજૂઆત કરી હતી. ત્યારે ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં અસલી અરજદાર કોણ છે તેની તપાસ કરવા આદેશ આપ્યા છે.