અમેરિકાની ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સી સૌથી મોટા ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેના તાર ભારતના અંડરવર્લ્ડના ડોન દાઉદ ઈબ્રાહિમના એક પૂર્વ સહયોગી અને કથિત રીતે ભારતીય દવા કંપની સાથે જોડાયેલા છે. આ કંપનીમાં મૈંડ્રેક્સ અને એફેડ્રિન જેવા ડ્રગનું ઉત્પાદન કરવામાં આવે છે. બોલિવૂડની પૂર્વ અભિનેત્રીઓના પતિઓની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે.
મમતાના પતિ વિક્કીએ પહેલા દક્ષિણ આફ્રિકા અને કેન્યામાં ઠેકાણું બનાવ્યું- મમતાના પતિ અને દાઉદના સહયોગી ગોસ્વામીને દુબઈની કોર્ટે ડ્રગની તસ્કરીના આરોપમાં સજા સંભળાવી હતી. 2013માં જેલમાંથી છૂટા થયા બાદ તેને કેન્યાથી આ ધંધો કરવાનું શરૂ કરી દીધું હતું. જ્યાં તે પંજાનીના સંપર્કમાં આવ્યો હતો. પછી બન્ને ભાગીદારમાં ધંધો કરવા લાગ્યા હતા.
ન્યૂયોર્કના દક્ષિણ જિલ્લાની કોર્ટમાં 25 જુલાઈએ DEA તરફથી દાખલ કરાયેલા રિપોર્ટમાં ડી-કંપનીના સહયોગી અને અભિનેત્રી મમતા કુલકર્ણીના પતિ વિક્કી ગોસ્વામી અને અભિનેત્રી કિમ શર્માના પૂર્વ પતિ અલી પંજાનીના નામનો ઉલ્લેખ થયો છે. તેમની પર કેન્યાથી આંતરરાષ્ટ્રીય સ્તરે નશીલા પદાર્થોની તસ્કરીનો પણ આરોપ છે.