ચંદ્રયાન-3 જ્યાં ઉતર્યુ તે લેન્ડિંગ પોઈન્ટ હવેથી “શિવશક્તિ” નામે ઓળખાશે, જ્યારે ચંદ્રયાન-2 જ્યાં ઉતર્યુ હતુ તે લેન્ડિંગ પોઈન્ટને તિરંગા નામ આપી પીએમ મોદીએ નામકરણ કર્યુ છે. વડાપ્રધાન મોદી દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની મુલાકાત બાદ સ્વદેશ પરત ફર્યા છે. વહેલી સવારે તે ગ્રીસથી સીધા બેંગ્લોર પહોંચી ગયા છે. પીએમ મોદી આજે ઈસરોના વૈજ્ઞાનિકોને મળ્યા અને ચંદ્રયાન-3ની સફળતા માટે અભિનંદન પાઠવ્યા છે.