ઓમાનના સુલતાન કાબુસ બિનસઇદનું અવસાન થતાં ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે રાજ્યમાં ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે અને તમામ સરકારી કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે. જેને લઈ આજે અને આવતીકાલે સાબરમતી રિવરફ્રન્ટ સહિત ગુજરાતભરના કાઈટ ફેસ્ટિવલ બંધ કરવામાં આવ્યા છે. 13 જાન્યુઆરી સુધી આ કાઈટ ફેસ્ટિવલ ચાલવાનો હતો. પરંતુ હવે આવતીકાલે પણ ફેસ્ટિવલ બંધ રહેશે જેથી આ વર્ષના કાઇટ ફેસ્ટિવલનું સમાપન થઈ ગયું છે.