કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓનો વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે. પંજાબ બાદ હવે હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ખેડૂતો મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં જોડાવા લાગ્યા છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે હરિયાણાના જિંદમાં એક વિશાળ ખેડૂત મહાપંચાયતને સંબોધી હતી. જે દરમિયાન તેમણે કહ્યું હતું કે જ્યારે રાજા ડરે છે ત્યારે જ કિલ્લેબંધી કરે છે. તેમણે આ નિવેદન દિલ્હીમાં સરકારે રોડ પર ખેડૂતોને રોકવા જે ખિલ્લા નાખ્યા અને મોટી એલઓસી જેવી બોર્ડર બનાવી દીધી તેના જવાબમાં આપ્યું હતું.