ચોમાસાની ઋતુ ચાલી રહી છે. વરસાદની સિઝનમાં દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો છે. જયારે ઉત્તર ગુજરાતમાં પણ બે દિવસ પહેલા વરસાદ પડ્યો છે. ગત રોજ સાંજથી દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ગત રોજ સાંજથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં ડાંગના વઘઈમાં 3 ઈંચ અને આજે સવારે 6થી 12 વાગ્યા સુધીમાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેથી ડાંગ જિલ્લામાં આવેલી ખાપરી, સર્પગંગા, ગીરા, અંબિકા અને પૂર્ણા નદીઓ બે કાંઠે વહી રહી છે.