દિલ્હીમાં કોરોના સંકટ વચ્ચે પણ રાજનીતિ પૂરજોશમાં ચાલી રહી છે.દિલ્હીમાં કેજરીવાલ સરકાર અને ભાજપ આમને સામને આવી ગયા છે.
આજે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ હતુ કે, દિલ્હી સરકારે યોગ્ય સમયે યોગ્ય રીતે વેક્સીનેશન પ્રોગ્રામને આગળ વધારી શકી નથી.જેના કારણે ઘણા લોકોને વેક્સીન નથી મળી.ઓક્સિજનના મુદ્દે પણ કેજરીવાલ રાજનીતિ કરી રહ્યા છે.
તેમણે કહ્યુ હતુ કે, કેજરીવાલે 26 એપ્રિલે 1.34 કરોડ વેક્સીન ડોઝનો ઓર્ડર આપ્યો હોવાનુ કહ્યુ હતુ.આજે તેઓ કહી રહ્યા છે કે તેમની પાસે વેક્સીન નથી.દિલ્હીમાં 45 વર્ષથી વધારે વયના માત્ર 8.9 ટકા લોકોને વેક્સીન મળી છે.જ્યારે 60 વર્ષથી વધારે વયના 48 ટકા લોકોને વેક્સીન મળી છે.કેજરીવાલ સરકારે 2015 થી અત્યાર સુધી જાહેરખબરો પાછળ 805 કરોડ રુપિયા ખર્ચ્યા છે પણ રાજધાનીમાં એક નવી હોસ્પિટલ ખોલી નથી.