નવરાત્રી શરુ થવાને હવે એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેના પગલે ક્લબોના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા શરૂઆતના બે નોરતામાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હોવાથી અમદાવાદના કર્ણાવતી અને રાજપથ ક્લબે પહેલાના બે નોરતા કેન્સલ કરવાનો નિર્ણય કર્યો છે.