સામાન્ય રીતે અમદાવાદના પૂર્વ વિસ્તારોમાંથી વ્યાજખોરો સામે ફરિયાદો આવતી રહે છે. હવે એક એવી ફરિયાદ નોંધાઇ છે, જે મંદીના માર બાદ પૈસા ન ચુકવી શકવા અંગેની છે. હાલ હીરા ઉદ્યોગમાં મંદીનું મોજું ફરી વળ્યું છે. તેવામાં એક રત્ન કલાકારે વ્યાજખોર પાસેથી લીધેલા નાણાં મંદીમાં ધંધો પડી ભાંગતા ચૂકવી શક્યો ન હતો. જે બાદ વ્યાજખોર તેને ધમકીઓ આપતો રહ્યો હતો. આખરે કંટાળીને આ રત્ન કલાકારે નિકોલ પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરના ઉત્તમનગરમાં રહેતા જીજ્ઞેશભાઇ કોઠારી તેમના પત્ની સાથે નિકોલમાં કિરણ ડાયમંડમાં રત્ન કલાકાર તરીકે નોકરી કરે છે. જાન્યુઆરી માસમાં જીજ્ઞેશભાઇ કોઠારીને ઘરનું રિનોવેશન કરાવવાનું હોવાથી નિકોલમાં જ રહેતા દિનેશભાઇ પટેલનો સંપર્ક સાધ્યો હતો. જીજ્ઞેશભાઇએ તેમની પાસે રૂપિયા માંગ્યા હતા. આ સમયે દિનેશભાઇએ કહ્યુ હતુ કે, તેમની પાસે વ્યાજે રૂપિયા આપવાનું લાઇસન્સ નથી, આથી તેણે એક લાખ રૂપિયાનું 5.5 ટકા વ્યાજ કાપીને 94 હજાર 500 રૂપિયા આપ્યા હતા. બાદમાં થોડા દિવસ પછી પણ રૂપિયા માંગતા તેણે કુલ બે લાખ સામે વ્યાજ કાપી 1.89 લાખ આપ્યા હતા. પૈસા લીધાના થોડા સમય સુધી જીજ્ઞેશભાઇએ હપ્તો પણ ચૂકવ્યો હતો.