મહારાષ્ટ્ર સ્થિત બે બિઝનેસ ગ્રુપમાં દરોડા પાડયા પછી આવકવેરા વિભાગે ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની બિનહિસાબી આવક પકડી પાડી છે તેમ સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ બંને ગ્રુપ પર ૨૫ ઓગસ્ટે દરોડા પાડવામાં આવ્યા હતાં. જો કે આવકવેરા વિભાગે આ બંને ગ્રુપના નામ જાહેર કર્યા ન હતાં. આ બંને ગ્રુપ રેતી માઇનિંગ, ખાંડ ઉત્પાદન, રોડ કન્સ્ટ્રકશન, હેલ્થકેર અને મેડિકલ કોલેજનું સંચાલન કરી રહ્યાં છે.