પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં છીંડાનો વિવાદ વધુ વકર્યો છે. વડાપ્રધાન મોદીએ આ સંદર્ભમાં ગુરુવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને તેમની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષા ભંગ અંગે ફરિયાદ કરી હતી. વધુમાં સુપ્રીમ કોર્ટે પણ આ બાબતની નોંધ લીધી હતી જ્યારે પંજાબ સરકારે આ સંપૂર્ણ ઘટનાની તપાસ માટે બે સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિ બે દિવસમાં તેનો રિપોર્ટ આપશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ આ ઘટના અંગે માહિતી એકત્ર કર્યા પછી 'મોટા અને આકરાં પગલાં' લેવાના સંકેત આપ્યા હતા. ભાજપે વડાપ્રધાનની સલામતી માટે આખા દેશમાં પ્રાર્થના યોજી હતી.