દક્ષિણ પૂર્વ એશિયામાં ભૂભાગમાં મધ્યસ્થ સ્થાને રહેલાં મહત્ત્વનાં રાષ્ટ્ર થાઈલેન્ડમાં તેની સંસદે માત્ર ૩૭ વર્ષના પીતોન્ગાત્રન્ શીનાવત્રાને નવાં વડાપ્રધાન પદે ચૂટી કાઢ્યા છે. તેઓ થાઈલેન્ડના રાજકીય દિગ્ગજ થાકસીન શીના પત્રાનાં પુત્રી છે. તેઓની વડાપ્રધાન પદે વરણી થતાં દેશનાં સૌથી યુવા વડાપ્રધાન બની રહેશે. થાઈ સંસદમાં તેઓને ૫૧ ટકા મત મળ્યા હતા.