ગુજરાત રાજ્ય અનેક બાબતોમાં દેશમાં અગ્રેસર રહ્યું છે. સર્વાંગી વિકાસની (Holistic Development) સાચી વ્યાખ્યા ગુજરાતે દેશને આપી છે. ગુજરાતે દેશને અનેક અમૂલ્ય ભેટો પણ આપી છે. દેશના ગ્રોથ એન્જિન ગણાતા ગુજરાતના શિરે વધુ એક યશકલગી લાગવા જઈ રહી છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આકાર લઈ રહેલા ગિફ્ટ સિટીમાં (GIFT City) પહેલી ઓક્ટોબરથી ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ થઈ રહ્યું છે. આ એક્સચેન્જના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC)ના સૂત્રોએ કહ્યું હતું કે ગિફ્ટ સિટીમાં પ્રજ્ઞા ટાવર કે જેને એટીએસ-સેવી ગ્રૂપ દ્વારા બાંધવામાં આવ્યું છે ત્યાં આ એક્સચેન્જ કાર્યરત થશે.