સમગ્ર રાજ્યની સરકારી મેડિકલ કોલેજો અને જી.એમ.ઇ.આર.એસ હસ્તકની કોલેજના ઇન્ટર્ન તબીબો દ્વારા શરૂ કરાયેલ હડતાળ સંદર્ભે આજે તબીબી પ્રતિનિધિઓની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ તબીબી પ્રતિનિધિ મંડળના સભ્યોની માંગણી અને રજુઆત ઉપરાંત પ્રત્યેક મુદ્દાઓ સંદર્ભે લંબાણપૂર્વક ચર્ચા કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ડોક્ટરોની માગણીઓની નિવારણ લાવવાની ખાતરી આપતા ઇન્ટર્ન ડોક્ટરોએ હડતાળ સમેટી લીધી છે. આજે હડતાળનો ત્રીજો દિવસ હતો.