ઈપીએફઓના અંદાજે ૬ કરોડ સભ્યોને હોળી પહેલાં જ જોરદાર ઝટકો લાગ્યો છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)એ શનિવારે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે પીએફ પરનો વ્યાજદર ઘટાડીને ૮.૧ ટકા કરી દીધો છે, જે છેલ્લા ૪૫ વર્ષમાં સૌથી ઓછો વ્યાજદર છે. આ પહેલા ૧૯૭૭માં પીએફનો વ્યાજ દર ૮ ટકા હતો. ગયા વર્ષે આ વ્યાજદર ૮.૫ ટકા હતો.
ઈપીએફઓ બોર્ડના નિર્ણય પર નાણા મંત્રાલયની મહોર લગાવાશે, ત્યાર પછી તેનો અમલ શરૂ થશે. છેલ્લા બે વર્ષથી તેમાં કોઈ પ્રકારનો ફેરફાર થયો નહોતો. જોકે, ચાલુ નાણાકીય વર્ષમાં તેને ૪૦ બેસીસ પોઈન્ટથી ઘટાડી દેવાયો છે. ઈપીએફઓના નિર્ણયની અસર ૬ કરોડ સબસ્ક્રાઈબર્સ પર પડશે.