વર્લ્ડ કપ 2019માં ભારતે જીત સાથે શરૂઆત કરી છે અને ક્રિકેટ પ્રેમીઓને આ વખતે ભારત વર્લ્ડ કપ જીતે તેવી આશા સેવવામાં રહી છે. સાઉથેમ્પ્ટન ખાતે ભારતને દક્ષિણ આફ્રિકાને છ વિકેટે હરાવી દીધું છે. ભારતે દક્ષિણ આફ્રિકાએ આપેલા 228 રનનો ટાર્ગેટ 47.3 ઓવરમાં પ્રાપ્ત કરી લીધો હતો. ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધારે 122 રન બનાવ્યા હતા. પ્રથમ જીત બાદ ભારતીય ટીમ પર શુભેચ્છાઓનો વરસાદ થયો હતો. આ લોકોમાં પૂર્વ ક્રિકેટરો અને એક્ટરો સામેલ છે. ખાસ તો રાજનેતાઓએ પણ ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.
દેશના ગૃહમંત્રી અમિત શાહે ભારતીય ટીમ માટે ટ્વિટર પર લખ્યું કે, "ટીમ ઇન્ડિયા બહુ સારી રમત રમી. રોહિત શર્મા ખૂબ સારી સદી ફટકારી." તેની સાથે જ તેમણે કેપ્ટન વિરાટ કોહલી અને આખી ટીમને 2019ના ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆતની જીત માટે શુભેચ્છા પાઠવી હતી.