લદાખમાં પૈંગોગ ઝીલના દક્ષિણ ભાગમાં ભારતના આક્રમક પગલાથી ચીન વધુ એક કાયરતાભર્યા પગલાની તૈયારી કરી રહ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા જાહેર કરેલી એક તસવીરમાં ચીની સૈનિકો ભાલા અને બંદૂકો સાથે જોવા મળે છે. આ તસવીર પૂર્વી લદાખ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)પર ભારતીય સેના તૈનાત છે તે સ્થાન પાસેની બતાવવામાં આવી રહી છે. તસવીર એ તરફ ઇશારો કરી રહી છે કે ચીની સેના 15 જૂન જેવી હિંસક ઝડપ ઘટનાને અંજામ આપવાના પ્રયત્નમાં છે. તસવીરમાં દરેક ચીની સૈનિકના હાથમાં ભાલા સ્પષ્ટ રીતે જોવા મળે છે.
પૂર્વી લદાખમાં રેજાંગ લા રિઝલાઇનના મુખપારી સ્થિત એક ભારતીય ચોકી તરફ સોમવારે સાંજે આગળ વધવાનો પ્રયત્ન કરી રહેલા ચીની સૈનિકોના હાથમાં ભાલા, રોડ અને ધારદાર હથિયાર જોવા મળે છે. આ વાત સરકારી સૂત્રોએ મંગળવારે કહી હતી. ભારતીય સૈનિકોએ દ્રઢતાથી ચીની સૈનિકોનો સામનો કર્યો હતો. ભારતના જવાબથી ચીની સૈનિકો પાછળ હટવા મજબૂર બન્યા હતા.