પાકિસ્તાને રવિવારના રોજ નિયંત્રણ રેખાની પાસે યુદ્ધ વિરામનો ભંગ કર્યો હતો. ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના બે સૈનિકોને ઠાર કર્યા છે જ્યારે ત્રણ સૈનિકોને ગંભીર ઈજાગ્રસ્ત કર્યા છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે નવેમ્બર 2003થી યુદ્ધ વિરામ લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ તેમ છતા પણ પાકિસ્તાન તરફથી અવારનવાર યુદ્ધ વિરામનો ભંગ થતો રહ્યો છે.
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરી કરનારા આતંકવાદીઓને ભારતની સીમામાં પ્રવેશવામાં સરળતા રહે તે માટે પાકિસ્તાની સેના સીમા પર ગોળીબાર કરીને ભારતીય સેનાનું ધ્યાન તેમના તરફ આકર્ષિત રહે તે માટે યુદ્ધ વિરામનો વારંવાર ભંગ કરતી રહે છે. નિકિયાલ સેક્ટરમાં એક જમાદાર સહિત બે પાકિસ્તાની સૈનિકોને ઠાર કરવામાં આવ્યાં. જ્યારે રાખ ચિકરી, દેવા અને બગ્સર વિસ્તારોમાંથી ત્રણ સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે.