ભારતીય સૈન્યે ચીન સરહદે તેના તોપખાના યુનિટની મદદથી યુદ્ધ ક્ષમતા વધારી છે. તેના માટે સૈન્યે ૧૦૦ કે-૯ વ્રજ તોપ, ગુ્રપ ડ્રોન અને સર્વેલન્સ સિસ્ટમ સહિત અનેક હથિયારો સરહદ પર તૈનાત કર્યા છે. બીજીબાજુ પૂર્વીય લદ્દાખમાં ભારતે વાસ્તવિક નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ પોઈન્ટ વધારી દીધા છે. ભારતીય જવાનો હવે ૬૫ના બદલે ૭૨ પોઈન્ટ્સ પર પેટ્રોલિંગ કરશે.