આપણે અવાર નવાર કહી છીએ કે ગામડામાં જાતિવાદ વધારે છે, અભણ લોકો છૂત અછૂતમાં વધારે માને છે. સમગ્ર દેશના શિક્ષિત લોકોને કાન ખોલી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. જાતીવાદની માનસિકતા ગામડામાં છે અને શહેરમાં ઓછી છે તેનો સરેઆમ છેદ ઉડાડતી ઘટના સામે આવી છે. આખી ઘટના એવી છે કે મુંબઈ સેન્ટ્રલમાં આવેલી પ્રતિષ્ઠિત ટોપીવાલા નેશનલ મેડીકલ કોલેજ (બીવાયએલ નૈયર હોસ્પિટલ સંલગ્ન)માં ગાયનેકોલોજીની પોસ્ટ ગ્રેજ્યુએટ વિધાર્થીની, ૨૬ વર્ષીય, ડો. પાયલ તડવીએ, તેના ત્રણ સિનીયરના જાતિવાદી મહેણાં-ટોણાથી ત્રાસીને આપઘાત કર્યો છે.
૨૨મી મેના રોજ હોસ્ટેલમાં પંખા પર લટકી જતાં પહેલાં, તેણે ગામડે રહેતી તેની માતા અબેદા તડવીને ફોનમાં કહ્યું હતું કે જાતિવાદી મહેણાં-ટોણાથી તે ડિપ્રેસનમાં છે. આ અંગે અગાઉ પણ કોલેજ સત્તાવાળાઓને તેણે અને પરિવારે ફરિયાદ કરી હતી. ત્રણે સિનીયર ફરાર છે, અને પોલીસ તેમને શોધી રહી છે. આ ત્રણે રૂબરૂમાં અને વોટ્સેપ પર પાયલનું રેગીંગ કરતા હતા.