ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચંપલ ફેંકવાની ઘટના બની છે. વડોદરાના કરજણમાં નીતિન પટેલ પ્રચાર અર્થે ગયા હતા ત્યારે આ ઘટના બની હતી.ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ કરજણના પુરોલી ગામમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરતા હતા ત્યારે તેમના પર કોઈએ ચંપલ ફેંક્યું હતું. જોકે તેમને ચંપલ વાગ્યુ નથી. ચંપલ ફેંકનારા વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ નથી. નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવામાં આવ્યાની ઘટના બાદ ચકચાર મચી ગઈ હતી.