Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના મહામારીને કારણે દેશ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. અનલોક પછી વેપાર ધંધા ફરી પાટા પર આવવાના પ્રયત્ન કરી રહ્યા છે. કોરોનાને કારણે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પદગ્રહણ સમારોહમાં વિલંબ થયો હતો. પણ હવે ઉપપ્રમુખની ચૂંટણી પછી બુધવારે સરસાણા કન્વેનશન સેન્ટરમાં પદગ્રહણ સમારોહ યોજાશે.
ચેમ્બર ઓફ કોમર્સની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી જૂન મહિનામાં યોજાય છે. પણ આ વખતે કોરોનાએ બધા સમીકરણ બદલી નાંખ્યા છે. ચેમ્બરના પ્રમુખ પદે દિનેશ નાવડીયા અને ઉપપ્રમુખ પદે આશિષ ગુજરાતીની નિમણુંક થઈ છે.
ત્યારે 7 ઓક્ટોબર, બુધવારે કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે સરસાણા કન્વેનશન સેન્ટર ખાતે પદગ્રહણ સમારોહ યોજાશે. જેમાં ભાજપપ્રદેશ પ્રમુખ સીઆરપાટીલ, સાંસદ દર્શના જરદોષ, મેયર, કલેકટર, મ્યુનિસિપલ કમિશનર અને અન્ય અધિકારીઓ સહિત 200 વ્યક્તિઓ હાજર રહેશે. ચેમ્બરમાં 7 હજાર સભ્યો છે, જે સુરતના ઉધોગ ધંધાને પડતી રજૂઆતો અને પ્રદર્શનો કરતું આવ્યું છે. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં પાંચ મહિનાનો વિલંબ થઈ ગયો છે ત્યારે તેમનો કાર્યકાળ વધારવો જોઈએ તેવી પણ માંગ ઉઠી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ