પતિની લાંબી ઉંમર માટે પત્ની કરવા ચોથ કરે છે. આખા દિવસ પાણી કે અનાજનો એક ટુકડો પણ તે મોઢામાં નથી નાંખતી. પણ કરવા ચોથ જેવા મોટા ઉત્સવ પર તે જ પતિએ વિવાદોથી ત્રાસીને પત્નીની કુહાડી મારી હત્યા કરી નાંખી. આ ઘટના ઉત્તર પ્રદેશની છે. ઉત્તર પ્રદેશના હમીરપુરમાં ગુરુવારે આ ઘટના બની હતી. જે પછી પોલીસે તેની અટકાયત કરી લીધી છે.
કરવા ચોથ પર ઉપહાર ન આપવા મામલે પતિ અને પત્ની વચ્ચે વિવાદ થયો તેમ આસપાસના લોકોથી જાણવા મળ્યું હતું. મૃતકના પરિવારજનોએ સાસરી પક્ષ પર દહેજના કારણે હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. હમીરપુર જિલ્લાના ઉમરી ગામની આ ઘટના છે. જ્યાં મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા તુલસીરામ પ્રજાપતિએ તેમની પત્ની ભૂરી ઉર્ફ પ્રેમાદેવીને તેના પિયરથી બુધવારે તેના ઘરે લાવ્યો હતો. કરવા ચોથના પર્વના કારણે પત્નીએ નિર્જળા વ્રત રાખ્યો હતો.