Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રનાં ગૃહ મંત્રાલયનો હવાલો સંભાળ્યા પછી ભાજપ નેતા અમિત શાહ મંગળવારે ફુલ એક્શનમાં આવ્યા હતા. જમ્મુ- કાશ્મીરમાં વિધાનસભા વિસ્તારોનું નવેસરથી સીમાંકન કરવા તેમજ રાજ્યમાં સુરક્ષા મુદ્દે કેવી તૈયારી કરાઈ રહી છે તેની સમીક્ષા કરવા શાહે સવારથી જ મંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીઓ ગૃહ સચિવ રાજીવ ગૌબા અને એડિશનલ સચિવ જ્ઞાનેશ કુમાર સહિત અન્ય અધિકારીઓ  સાથે ધડાધડ બેઠકો યોજી હતી. નવેસરથી સીમાંકન કરવા માટે પંચની રચના કરવા બેઠકમાં વિચારાયું હતું. રાજ્યમાં ૧૯૯૫ પછી સીમાંકન કરવામાં આવ્યું જ નથી. આ ઉપરાંત આતંકવાદ સામે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ ચાલુ રાખવા ચર્ચા કરાઈ હતી. હાલ કાશ્મીરમાં આતંકીઓનો સફાયો કરવા માટે મોટાપાયે ઓપરેશન ઓલઆઉટ ચાલી રહ્યું છે. બેઠકમાં કાશ્મીર ખીણમાં મોસ્ટ વોન્ટેડ એવા ટોચના ૧૦ આતંકવાદીઓની યાદી તૈયાર કરાઈ છે. હવે સુરક્ષા એજન્સીઓનું મુખ્ય ટાર્ગેટ આ ૧૦ આતંકવાદી રહેશે. આ યાદીમાં રિયાઝ નાયકુ, ઓસામા અને અશરફ મૌલવી જેવા આતંકવાદીઓનો સમાવેશ કરાયો છે. આ પહેલાં શાહ કાશ્મીરનાં ગવર્નર સત્યપાલ મલિક તેમજ અજિત ડોભાલને મળ્યા હતા અને રાજ્યમાં સુરક્ષા મુદ્દે ચર્ચા કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ