લોકસભા ચૂંટણી ૨૦૨૪માં આ વખતે ધૂમધામથી પ્રચાર થઈ રહ્યો છે. સમગ્ર દેશમાં કુલ સાત તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે. આ વખતની ચૂંટણીમાં ચૂંટણીપંચે ૭૫ વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ ગેરકાયદેસરના રુપિયા જપ્ત કર્યા છે. આ રકમ ૪,૬૫૦ કરોડ રુપિયા પર પહોંચી ચૂકી છે. આ જોતાં પાંચ હજાર કરોડ રુપિયાનો આંકડો નજીકમાં લાગે છે.