દૂધસાગર ડેરી(મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ)ના રૂ.૭૫૦ કરોડના ચકચારભર્યા કૌભાંડમાં ગુજરાતના પૂર્વ ગૃહ રાજયપ્રધાન વિપુલ ચૌધરીએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી જામીન અરજીમાં આજે તમામ પક્ષકારોની સુનાવણી પૂર્ણ થઇ હતી. જેને પગલે હાઇકોર્ટે વિપુલ ચૌધરીના જામીન પરનો ચુકાદો અનામત રાખ્યો હતો. જે સંભવતઃ આવતીકાલે સંભળાવાય તેવી શકયતા છે. બીજીબાજુ, ચૌધરીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શૈલેષ પરીખના શરતી જામીન હાઇકોર્ટે મંજૂર કર્યા હતા.