લવ જેહાદ વિરોધી કાયદા મામલે હાઈકોર્ટે કડક વલણ દાખવ્યું છે. ફરી એકવાર હાઈકોર્ટે સરકારને ઝટકો આપ્યો છે. ધર્મ સ્વાતંત્ર્ય સુધારા કાયદામાં કલમ 5 પરનો સ્ટે હટાવવાની માંગ ફગાવવામાં આવી છે. કાયદેસરનું ધર્માંતરણ કરવા માટે કલેક્ટરની પરવાનગી જરૂરી હોવાની એડવોકેટ જનરલની રજુઆત હતી. અરજદારના વકીલે સરકારની અરજીનો વિરોધ કર્યો હતો. કાયદામાં લગ્નથી ધર્માંતરણને ગેરકાયદે બનાવવાનો સરકારનો પ્રયાસ કરે છે તેવો આરોપ અરજદારે લગાવ્યો હતો. સરકારની માંગ યોગ્ય ન હોવાની રજૂઆત પણ અરજદારે કરી હતી. જેના પગલે હાઈકોર્ટ કલમ 5 પરનો સ્ટે યથાવત રાખ્યો હતો.