ઓનલાઈન જુગાર, ખાસ કરીને ગેમ રમી (Rummy)પર પ્રતિબંધ મૂકવાની માગ કરતી જાહેરહિતની અરજી પર મંગળવારે ગુજરાત હાઈકોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
અરજદાર વકીલ અમિત નાયરે PIL ફાઈલ કરી હતી અને હાઈકોર્ટને વિનંતી કરી હતી કે, મોબાઈલ અથવા કોમ્પ્યૂટરમાં ઓનલાઈન અથવા વર્ચ્યુઅલ સ્પેસ દ્વારા રમાતા ઓનલાઈન જુગાર ખાસ કરીને Rummyને ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ હેઠળ ગેરકાયદે જુગાર તરીકે જાહેર કરવામાં આવે.
અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે, હાલનો કાયદો સ્પષ્ટ રીતે ઓનલાઈન જુગારને નિયમન કરતો નથી. અરજદારના વકીલ ભાર્ગવ હસુરકરે દલીલ કરી હતી કે, ઓનલાઈન જુગારનું જોખમ નવી ટેકનોલોજીના આગમનના કારણે વધ્યું છે. કોરોના મહામારી દરમિયાન, ખાસ કરીને લોકડાઉનના સમયગાળા દરમિયાન ઓનલાઈન જુગારમાં 21 ટકાનો વધારો થયો હતો.