રાજ્યમાં કોરોનાના વધતા આંકડા, ઈન્જેકશનની અછત, હોસ્પિટલોમાં બેડની સંખ્યા અને સ્મશાન ગૃહોની સ્થિતિના મુદ્દાને હાઈકોર્ટે સુઓમોટો જાહેર હીતની અરજી ગણી આ કેસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવાનો આદેશ. રાજ્યમાં કોવિડ-19 મેનેજમેન્ટમાં સરકારની કામગીર પર હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા છે. આવતીકાલે સોમવારે ચીફ જસ્ટીસના વડપણવાળી બેંચ આ મામલે સુનાવણી કરશે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિગંભીર હોવાનું હાઇકોર્ટનું તારણ છે.
આ PIL સંબંધે હાઈકોર્ટે ગુજરાતના મુખ્ય સચિવ, રાજ્યના આરોગ્ય અગ્રસચિવ તથા કેન્દ્રીય ગૃહસચિવ તથા કેન્દ્રીય આરોગ્ય સચિવને નોટિસ પાઠવીને તેમને પ્રતિવાદી બનાવ્યા છે. આવતીકાલે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ તથા જસ્ટિસ ભાર્ગવ ડી કારિયાની બેન્ચ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરશે.