રાજ્યમાં કોરોના વાયરસનાં આંકડા કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં ઓક્સિજન, રેમડેસિવીર, બેડ જેવી અનેક સુવિધાઓ માટે સામાન્ય લોકોને વલખાં મારતા જોઇને ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી. આ અંગે રાજ્ય સરકારે (Gujarat Government) હાઈકોર્ટમાં 82 પાનનું સોગંદનામું રજૂ કર્યું છે. રૂપાણી સરકાર દ્વારા રજૂ કરાયેલા આ સોગંદનામામાં કોરોનાની કપરી સ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોવાનો દાવો કર્યો છે. આજે આ સોગંધનામા પર કોર્ટમાં દલીલો થઈ હતી. આ બાબતે સરકારને કોર્ટે કેટલાક વેધક સવાલો પૂછ્યા હતા. કોર્ટે ટકોર કરી હતી કે 108 સિવાય આવતા દર્દીઓને કેમ દાખલ કરવામાં આવતા નથી? આ ઉપરાંત ઓક્સિજનની જરૂરિયાતો કેટલી છે તેની સપ્લાય કેટલી છે? દર્દીને દાખલ થવા માટે વેઇટિંગ પિરિયડ વગેરે મુદ્દે કોર્ટે કેટલાક સવાલો કર્યા છે.