દારુબંધીને પડકારતી અરજીઓ માત્ર સુપ્રીમ કોર્ટમાં જ ટકી શકે તે મતલબની એડવોકેટ જનરલને રજૂઆતને હાઈકોર્ટે નકારી છે. આ પહેલાની સુનાવણીમાં દારૂબંધીના મુદ્દે હાઇકોર્ટ સમક્ષ અરજદારોએ રજૂઆત કરી હતી કે, ઘરની ચાર દીવાલોમાં વ્યક્તિ શું ખાશે કે શું પીશે તેની પર રોક લગાવવાનો સરકારને અધિકાર નથી. અરજદાર દ્વારા રજૂઆત કરાઈ હતી કે, બહારના રાજ્યમાંથી દારૂ પીને ગુજરાતમાં આવવા પર પણ સરકારે રોક લગાવી છે, જે યોગ્ય નથી. જે રાજ્યમાં દારૂ પીવાની છૂટ છે ત્યાંથી દારૂ પીને ગુજરાતમાં આવનારા લોકો સામે પણ કાર્યવાહી કરાઈ છે, તે પણ વ્યાજબી નથી.