બાળકમાં ભગવાનનું સ્વરૂપ હોય છે. પરંતુ અચાનક જ હસતું રમતું બાળક સુન્ન થઇ જાય તે સમયે તેના માતા-પિતા પર શું વીતે ? આવું જ કંઈક મહીસાગર જિલ્લાના કનેસર ગામના ધૈર્યરાજ સિંહ (Dhairyaraj Singh) સાથે થયું છે. ધૈર્યરાજ સિંહ ગંભીર બિમારીથી પીડાઇ રહ્યો છે.ધૈર્યરાજ સિંહને (Dhairyaraj Singh) SMA-1 નામની બીમારી છે.
લાખોમાં કોઈ એક બાળકને થતી હોય છે. આ બાળક માટે 16 કરોડની જરૂરિયાત છે. 16 કરોડ જેવી માતબર રકમ સામાન્ય વર્ગના માણસને પોસાઈ એમ નથી. માસુમની મદદે રાજ્ય સરકાર આવી છે. રાજ્ય સરકારે ધૈર્યરાજ સિંહને 10 લાખ આપવાની જાહેરાત કરી છે.
ધૈર્યરાજ સિંહને મદદ કરવા માટે લોકો પણ મદદે આવ્યા છે. ધૈર્યરાજ સિંહને આ લખાઈ છે ત્યાં સુધીમાં 24 દિવસમાં 10, 04,72,979 રૂપિયા ભેગા થઇ ગયા છે.